મિત્રો આજથી આપણે ગુજરાતી વ્યાકરણનો અભ્યાસ કરીશું.   આજનો આપણો વિષય છે સંજ્ઞા   અર્થઃ સંજ્ઞાનો એક અર્થ ચિહ્ન છે.ભાષામાં કોઇ વ્યક્તિ,વસ્તુ ,પદાર્થ કે લાગણી ને દર્શાવવા માટે જે અક્ષરરૂપી ચિહ્નો વપરાય છે તેને સંજ્ઞા કહે છે.   સંજ્ઞાનાં પાંચ પ્રકારો છે.   વ્યક્તિવાચક સંજ્ઞા  જાતિવાચક સંજ્ઞા  સમૂહવાચક સંજ્ઞા   દ્રવ્યવાચક સંજ્ઞા  ભાવવાચક સંજ્ઞા    વ્યક્તિવચક સંજ્ઞાઃ  જે શબ્દો માનવ,પશુ,પક્ષી,વૃક્ષ,નદી,પર્વત,ગામ,નગર,રાજ્ય,દેશ માટે વ્યક્તિગત રીતે વપરાય છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે.     દા.ત. જયેશ,રેખા,દિવ્યાંશ,રિદ્ધિ,તીર્થરાજ,ગાય,કૂતરો,બિલાડી,સિંહ,ચિત્તો,કોયલ,   કબૂતર,ગંગા,યમુના,બ્રહ્મપુત્રા,હિમાલય,ગિરનાર,વિરમગામ,અમદાવાદ,ગુજરાત,મહારાષ્ટ્ર,ભારત      જાતિવાચક સંજ્ઞાઃ  જે શબ્દો વ્યક્તિગત રીતે નહીં પરંતુ સમગ્ર જાતિ માટે વપરાય છે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે.   દા.ત. પુરુષ,સ્ત્રી,પશુ,પક્ષી,નદી,પર્વત,ડુંગર,પંખી,ગામ,નગર,રાજ્ય,દેશ,કવિ,લેખક,ફૂલ,ઝાડ,   સમૂહવાચક સંજ્ઞાઃ  જે શબ્દો કોઇ સમૂહ માટે વપરાય છે તેને સમૂહવાચક સંજ્ઞા કહે છે.   દા.ત. ટૂકડી,ધણ,ઝૂમખું,સભા,ટોળું,લશ્કર,સમિતિ,સૈન્ય   દ્રવ્યવાચ...
Comments