Skip to main content

કૃદંત

કૃદંત
સામાન્ય રીતે કૄદંતનો અર્થ સમજવા માટે આપણને ક્રિયાપદની સમજ હોવી જરૂરી છે.કેમ કે, ક્રિયાપદને કાળ કે અવસ્થાના પ્રત્યય લાગે ત્યારે કૄદંત બને છે.કૃદંતના આપણે નીચે પ્રમાણે પ્રકાર જોઇએઃ
  1. વર્તમાન કૃદંત
  2. ભૂત કૃદંત
  3. ભવિષ્ય કૃદંત
  4. વિધ્યર્થ કૃદંત
  5. હેત્વર્થ કૃદંત
  6. સંબંધક ભૂત કૃદંત
  • વર્તમાન કૃદંત  જ્યારે ક્રિયાપદને "ત" પ્રત્યય લાગે છે ત્યારે વર્તમાન કૃદંત બને છે.
દા.ત. "લખ" ક્રિયાપદ ને "ત" પ્રત્યય લાગતા બનતો શબ્દ છે... લખતા,લખતો,લખતી,લખતું   વગેરે.....
દોડતા,વાંચતાં, ભાગતાં,રમતાં,ભણતાં,જાગતા


  • ભૂત કૃદંત  જ્યારે ક્રિયાપદને "ય કે એલ" પ્રત્યય લાગે છે ત્યારે ભૂત કૃદંત બને છે.
દા.ત. "લખ" ક્રિયાપદ ને "ય " પ્રત્યય લાગતા બનતા શબ્દો છે..
. લખ્યું,વાંચ્યું,દોડ્યો,  
 "દોડ" ક્રિયાપદને "એલ" પ્રત્યય લાગતા બનેલા શબ્દો ...
.દોડેલ ,વાંચેલ , જાગેલ , રમેલ, ભણેલ, લખેલ,પીધેલ      વગેરે.....

  • ભવિષ્ય કૃદંત  જ્યારે ક્રિયાપદને "નાર" પ્રત્યય લાગે છે ત્યારે ભવિષ્ય કૃદંત બને છે.
દા.ત. "લખ" ક્રિયાપદ ને "નાર" પ્રત્યય લાગતા બનતો શબ્દ છે... લખનાર
દોડનાર,વાંચનાર, ભાગનાર,રમનાર,ભણનાર,જાગનાર


  • વિધ્યર્થ કૃદંત  જ્યારે ક્રિયાપદને "વા કે વી" પ્રત્યય લાગે છે ત્યારે વિધ્યર્થ કૃદંત બને છે.
 દા.ત. "લખ" ક્રિયાપદ ને "વા કે વી" પ્રત્યય લાગતા બનતો શબ્દ છે... લખવા,લખાવી   વગેરે.....
દોડવા,વાંચવા, ભાગવા,રમવા,ભણવા,જાગવા


  • હેત્વર્થ કૃદંત  જ્યારે ક્રિયાપદને "વું" પ્રત્યય લાગે છે ત્યારે હેત્વર્થ કૃદંત બને છે.
દા.ત. "લખ" ક્રિયાપદ ને "વું" પ્રત્યય લાગતા બનતો શબ્દ છે... લખવું
દોડવું,વાંચવું, ભાગવું,રમવું,ભણવું,જાગવું



  • સંબંધક ભૂત  કૃદંત  જ્યારે ક્રિયાપદને "ઇ કે ઇને" પ્રત્યય લાગે છે ત્યારે સંબંધક ભૂત કૃદંત બને છે.
દા.ત. "લખ" ક્રિયાપદ ને "ઇ કે ઇને" પ્રત્યય લાગતા બનતો શબ્દ છે... લખી, લખીને
દોડી,વાંચી, ભાગી,રમીને,ભણીને,જાગીને

Comments

Popular posts from this blog

સંજ્ઞા

મિત્રો આજથી આપણે ગુજરાતી વ્યાકરણનો અભ્યાસ કરીશું. આજનો આપણો વિષય છે સંજ્ઞા અર્થઃ સંજ્ઞાનો એક અર્થ ચિહ્ન છે.ભાષામાં કોઇ વ્યક્તિ,વસ્તુ ,પદાર્થ કે લાગણી ને દર્શાવવા માટે જે અક્ષરરૂપી ચિહ્નો વપરાય છે તેને સંજ્ઞા કહે છે. સંજ્ઞાનાં પાંચ પ્રકારો છે. વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા  દ્રવ્યવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા વ્યક્તિવચક સંજ્ઞાઃ જે શબ્દો માનવ,પશુ,પક્ષી,વૃક્ષ,નદી,પર્વત,ગામ,નગર,રાજ્ય,દેશ માટે વ્યક્તિગત રીતે વપરાય છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. દા.ત. જયેશ,રેખા,દિવ્યાંશ,રિદ્ધિ,તીર્થરાજ,ગાય,કૂતરો,બિલાડી,સિંહ,ચિત્તો,કોયલ, કબૂતર,ગંગા,યમુના,બ્રહ્મપુત્રા,હિમાલય,ગિરનાર,વિરમગામ,અમદાવાદ,ગુજરાત,મહારાષ્ટ્ર,ભારત જાતિવાચક સંજ્ઞાઃ જે શબ્દો વ્યક્તિગત રીતે નહીં પરંતુ સમગ્ર જાતિ માટે વપરાય છે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. દા.ત. પુરુષ,સ્ત્રી,પશુ,પક્ષી,નદી,પર્વત,ડુંગર,પંખી,ગામ,નગર,રાજ્ય,દેશ,કવિ,લેખક,ફૂલ,ઝાડ, સમૂહવાચક સંજ્ઞાઃ જે શબ્દો કોઇ સમૂહ માટે વપરાય છે તેને સમૂહવાચક સંજ્ઞા કહે છે. દા.ત. ટૂકડી,ધણ,ઝૂમખું,સભા,ટોળું,લશ્કર,સમિતિ,સૈન્ય દ્રવ્યવાચ...
તમારા અહીં આજ પગલાં થવાના તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓના પડદે રહીને ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારા નયનની અસર થઈ ગઈ છે બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ પધારો કે આજે ચમનની યુવાની બધાં સાધનોથી સભર થઈ ગઈ છે હરિફો ય મેદાન છોડી ગયા છે નિહાળીને કીકી તમારાં નયનની મહેકંત કોમળ ગુલાબોની કાયા ભ્રમરડંખથી બેફિકર થઈ ગઈ છે પરિમલની સાથે ગળે હાથ નાખી કરે છે અનિલ છેડતી કૂંપળોની ગજબની ઘડી છે કે પ્રત્યેક વસ્તુ પુરાણા મલાજાથી પર થઈ ગઈ છે ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે તમે જો ન હો તો બધાં કહી ઉઠે કે વિધાતાથી કોઈ કસર થઈ ગઈ છે ‘ગની’ કલ્પનાનું જગત પણ છે કેવું કે આવી રહી છે મને મારી ઈર્ષ્યા ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને ઘણી જન્નતોમાં સફર થઈ ગઈ છે