સુગંધ બનીને મહેકી રહી છે બહેની આજ મારી ચહેકી રહી છે ઝરણાની જેમ ઝણકતી એ રહેતી, બહેની મનમા ધબકતી રહી છે દિલના દ્વારે ફરકતી રહી છે મોસમ બનીને નિખરતી રહી છે પંખીની પાંખે વિહરતી સદા એ, બહેની મારી ઝળકતી રહી છે ખુલ્લા આકાશે ખીલતી રહી છે, ધરતીના દ્વારે મળતી રહી છે, આંગણને પાવન કરતી સદા એ, બહેની મારી રણકતી રહી છે. જયેશ શ્રીમાળી
તમારા અહીં આજ પગલાં થવાના તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓના પડદે રહીને ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારા નયનની અસર થઈ ગઈ છે બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ પધારો કે આજે ચમનની યુવાની બધાં સાધનોથી સભર થઈ ગઈ છે હરિફો ય મેદાન છોડી ગયા છે નિહાળીને કીકી તમારાં નયનની મહેકંત કોમળ ગુલાબોની કાયા ભ્રમરડંખથી બેફિકર થઈ ગઈ છે પરિમલની સાથે ગળે હાથ નાખી કરે છે અનિલ છેડતી કૂંપળોની ગજબની ઘડી છે કે પ્રત્યેક વસ્તુ પુરાણા મલાજાથી પર થઈ ગઈ છે ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે તમે જો ન હો તો બધાં કહી ઉઠે કે વિધાતાથી કોઈ કસર થઈ ગઈ છે ‘ગની’ કલ્પનાનું જગત પણ છે કેવું કે આવી રહી છે મને મારી ઈર્ષ્યા ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને ઘણી જન્નતોમાં સફર થઈ ગઈ છે