કૃદંત સામાન્ય રીતે કૄદંતનો અર્થ સમજવા માટે આપણને ક્રિયાપદની સમજ હોવી જરૂરી છે.કેમ કે, ક્રિયાપદને કાળ કે અવસ્થાના પ્રત્યય લાગે ત્યારે કૄદંત બને છે.કૃદંતના આપણે નીચે પ્રમાણે પ્રકાર જોઇએઃ વર્તમાન કૃદંત ભૂત કૃદંત ભવિષ્ય કૃદંત વિધ્યર્થ કૃદંત હેત્વર્થ કૃદંત સંબંધક ભૂત કૃદંત વર્તમાન કૃદંત જ્યારે ક્રિયાપદને "ત" પ્રત્યય લાગે છે ત્યારે વર્તમાન કૃદંત બને છે. દા.ત. "લખ" ક્રિયાપદ ને "ત" પ્રત્યય લાગતા બનતો શબ્દ છે... લખતા,લખતો,લખતી,લખતું વગેરે..... દોડતા,વાંચતાં, ભાગતાં,રમતાં,ભણતાં,જાગતા ભૂત કૃદંત જ્યારે ક્રિયાપદને "ય કે એલ" પ્રત્યય લાગે છે ત્યારે ભૂત કૃદંત બને છે. દા.ત. "લખ" ક્રિયાપદ ને "ય " પ્રત્યય લાગતા બનતા શબ્દો છે.. . લખ્યું,વાંચ્યું,દોડ્યો, "દોડ" ક્રિયાપદને "એલ" પ્રત્યય લાગતા બનેલા શબ્દો ... .દોડેલ ,વાંચેલ , જાગેલ , રમેલ, ભણેલ, લખેલ, પીધેલ વગેરે..... ભવિષ્ય કૃદંત જ્યારે ક્રિયાપદને "નાર" પ્રત્યય લાગે છે ત્યારે ભવિષ્ય કૃદંત બને છે. દા.ત. "લખ" ક્રિયાપ...